Monday, July 20, 2015

Useful Tips for YouTube


Download YouTube Videos, without any Software
 
Youtube પરથી તમે સરળતાથી વીડિયો ડાઉનલોડ કરી શકો છો, આ માટે કોઇ સોફ્ટવેર ડાઉનલોડ કરવાની જરૂર નથી. એટલું જ નહીં MP3 ફાઇલ્સને પણ ડાઉનલોડ કરી શકાય છે. આમ કરવા માટે URLમાં માત્ર થોડો ફેરફાર જ કરવો પડે છે. 
 
કોઇપણ વીડિયો ડાઉનલોડ કરવા માટે તમારે તેના URLની સામે PWN લખવું પડશે. આમ કર્યા પહેલા URLમાંથી http:// અથવા https:// આગળથી કાઢી નાંખવું પડશે. 
 
ઉદાહરણ
www.youtube.com/watch?v=9yZDsep3IBA
 
આ વીડિયોનો URL આવો બની જશે 
www.pwnyoutube.com/watch?v=9yZDsep3IBA



Youtube વીડિયોને મ્યૂઝીક ફોર્મમાં ડાઉનલોડ કરવા માટે 
 
તમે Youtube વીડિયોને મ્યૂઝીક ફોર્મમાં પણ ડાઉનલોડ કરી શકો છો, આના માટે એક URL ટ્રીક છે. તમારે URLમાં "www." અને "YouTube"ની વચ્ચે listento લખવું પડશે. 
 
ઉદાહરણ માટે URL-
www.youtube.com/watch?v=uRYfwqEvwDU
 
URL આવું દેખાશે
www.listentoyoutube.com/watch?v=uRYfwqEvwDU



Youtubeથી MP3 ડાઉનલોડ કરવા માટે
 
આ પેજ દ્વારા વીડિયોને MP3 ફાઇલ્સમાં કન્વર્ટ કરી શકાય છે. વીડિયો URLમાં PWN લખવાની સાથે જ એક બીજી સાઇટ ખુલશે, તેમાં ઉપર વીડિયો ડાઉનલોડ કરવાના ઓપ્શન હશે અને નીચે વીડીયોને MP3માં કન્વર્ટ કરવાનો ઓપ્શન હશે. 
 
MP3મા કન્વર્ટ કરવા માટે વેબસાઇટમાંથી આપેલા ઓપ્શનમાંથી કોઇ એક ઓપ્શનને સિલેક્ટ કરવું પડશે, કન્વર્ટ થઇ ગયા તેને પીસીમાં સેવ કરી શકો છો.


Youtube SHORTCUTS 
 
Youtubeમાં કેટલાક શોર્ટકટ્સ પણ હોય છે જેનો તમે ઉપયોગ કરી શકો છો.
 
* J – વીડિયો પ્લે થાય ત્યારે J પ્રેસ કરવાથી વીડિયો 10 સેકન્ડ માટે રિવાઇન્ડ થઇ જાય છે. 
 
* K – કી-બોર્ડ પર K પ્રેસ કરવાથી વીડિયો પ્લે કે પોઝ કરી શકાય છે. 
 
* L – કી-બોર્ડમાં L દબાવવાથી વીડિયોને 10 સેકન્ડ માટે ફોરવર્ડ કરી શકાય છે. 
 
* M – વીડિયોને મ્યૂટ કરવા માટે તમે M દબાવી શકો છો.



Youtubeના વીડિયોને GIFમાં ફેરવવા માટે
 
Youtubeના વીડિયોને GIF પણ બનાવી શકાય, GIF બનાવવા માટે યૂઝર્સે Youtubeમાં "www." અને "YouTube"ના વચ્ચે gif લખવું પડશે. આમ કરવાથી 1 સેકન્ડથી લઇને 15 સેકન્ડ સુધીની GIF ઇમેજ બની શકે છે. 
 
ઉદાહારણ માટે URL-
www.youtube.com/watch?v=uRYfwqEvwDU

આવું બની જશે 
www.gifyoutube.com/watch?v=uRYfwqEvwDU



વીડિયો સ્ટાર્ટ થવાનો ટાઇમ સેટ કરી શકાય
 
યૂઝર્સ કોઇ વીડિયોને સ્ટાર્ટીંગથી જોવા માગતો ના હોય અને ચોક્કસ ટાઇમ પછી જ જોવા માંગતો હોય તો તેના માટે ટાઇમ સેટ કરી શકે છે. 
 
કોઇ વીડિયો 6 મિનીટનો છે અને તમારે તેને 1 મિનીટ 2 સેકન્ડથી જોવો છે, તો તેના માટે youtubeના URLમાં '#t=1m2s' ટાઇપ કરવું પડશે.
 
ઉદાહરણ
https://www.youtube.com/watch?v=0GojJnrqpeE
 
વીડિયો URL આવો થઇ જશે 
https://www.youtube.com/watch?v=0GojJnrqpeE#t=1m2s



હાઇ-ડેફિનેશન વીડિયો જોવા માટે 
 
Youtube યૂઝર્સને હાઇ-ડેફિનેશન વીડિયો જોવા માટેનો પણ ઓપ્શન આપે છે. આથી તમે Youtube વીડિયો ડિફોલ્ટ ક્વૉલિટીથી અલગ કામ કરી શકે છો. 
 
એક ખાસ Youtube એક્સટેન્શનનો ઉપયોગ કરવો પડશે
Magic Actions for Youtube  
યૂઝર્સે ઉપરનું એક્સટેન્શન ડાઉનલોડ કરવું પડશે. ત્યારબાદ કોઇપણ વીડિયો પ્લે કરતી વખતે નીચે મેજિક એક્શનબાર દેખાશે જેના સેટિંગ્સથી ઓટો એચડી મોડ પર વીડિયો સેટ કરી શકાય છે. આ એક્સટેન્શન માત્ર ક્રોમ અને ફાયરફોક્સ પર જ કામ કરશે. 

Monday, May 25, 2015

Top 10 Useful Websites



કામમાં આવી શકે છે TOP 10 વેબસાઇટ્સ, શીખવા માટે છે ઘણુ બધુ


1. Coursera

સાઇટ એવા લોકો માટે છે જે કાઇંક વાંચવા માંગતા હોય, પરંતુ સમય અને રૂપિયાની કમીના કારણે ફુલ ટાઇમ કોર્સ શક્યના હોય. વેબસાઇટ ઓનલાઇન તોક્સ પ્રોવાઇડ કરે છે. Coursera પર તમે દુનિયાની બેસ્ટ યુનિવર્સિટીના બેસ્ટ કોર્સિસ કરી શકો છો. તેની ખાસ વાત છે કે તેમાં લિસ્ટેડ કોર્સમાંથી અડધાભાગના કોર્સ ફ્રિમાં ઉપલબ્ધ છે. કોર્સ કરવા માટે તમારે એક પણ રૂપિયા ખર્ચ નહી કરવો પડે. તમને જણાવી દઇએ કે જો તમે સર્ટિફિકેટ મેળવવા માંગતા હોવ તો તમારા રૂપિયા ખર્ચ કરવા પડશે


નવા-નવા શબ્દોની જાણખારી મેળવવા માટે અથવા તો શબ્દનો મતલબ જાણવા માટે વેબસાઇટ ખૂબજ ઉપયોગી બની રહે છે. my vocabulary નામની વેબસાઇટમાં કેટલાય શબ્દોના મતલબ અને તેને લગતી જાણકારી તમને મળી રહેશે.


જો તમે ઓનલાઇન સર્ચિગમાં એક્સપર્ટ બનવા માંગતા હોવતો એક વખત Spreeder જરૂરથી ટ્રાય કરો. તેમાં તમારે રીડિંગ સ્પીડ વધારવાથી લઇને સાચૂ કન્વર્સેશન અને ઇફેક્ટિવ કોમ્યુનિકેશન શિખવા મળે છે. વેબસાઇટની મદદતી તમે રીડિંગની સ્પીડ પણ વધારી શકો છો.


સાઇટ બુક લવર્સ માટે બનાવવામાં આવી છે. જો તમને પણ વાંચવાનો શોખ હોય તો Project Gutenberg પર તમારી પસંદગીની બુક શોધી શકો છો. સાઇટ પર 10 લાખથી વધુ ફ્રિ -બુક્સ ઉપલબ્ધ છે જે તમારા કામમાં આવી શકે છે


તમે જરરોજ કાઇંક નવુ શીખવા માંગતા હોવ તો વેબસાઇટ તમારા માટે બસ્ટ છેToday I Found Out તમારે દરરોજ કાઇંક નવુ શીખવાની તક આપે છે.


આજકાલ કોપી પેસ્ટનો જમાનો છે .Copy એક એવી વેબસાઇટ છે જે તમને ફોનના ફોટો કોપી કરી ઓનલાઇન પેસ્ટ કરવાની સુવિધા આપે છે. વેબસાઇટ પર યુઝર્સને 15 GB સ્ટોરેજ ફ્રિ મળે છે.



શુ તમને એવુ લાગે છે કે મીડિયા પેઇડ અને અનફેયર છે? જો એવુ લાગતુ હોય તો કેટલીક અમેઝિંગ અને સેન્સર કર્યા વગરના કેટલાય ન્યુઝ વાંચવા માટે The Epoch Time વેબસાઇટ પર વિજિટ કરી શકો છો


વેબસાઇટ પર તમે એવા લોકો સાથે વાસચિત કરીશકો છો જે ખરેખરમાં તમને સમજે છે. જેથી વેબસાઇટ તમારા કામમાં આવી શકે છે.


જો તમે કોઇના વિશે ડિટેલ્સમાં જાણવા માંગતા હોવ તો Quora તમને મદદરૂપ થઇ શકે છે. તેમાં કોઇ પણ પ્રશ્નનો જવાબ, પર્સનાલિટી અથવા તો કોઇ પણ ટોપિક પર જાણકારી મેળવી શકાય છે. જેમ કે જો તમે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશે જાણવા માંગતા હોવ તો Quora માં જઇને Narendra Modi ટાઇપ કરતાજ તમને નરેન્દ્ર મોદીની તમામ જાણકારી મળી રહે છે


Zen Pencils એક મોટિવેશલ વેબસાઇટ છે. વેબસાઇટ ફેમસ લોકોના ફેમસ કોટ્સને કાર્ટુનની મદદથી સમજાવે છે. તેમાં તમને એન્ટરટેન્મેન્ટની સાથે સાથે મોટિવેશન પણ મળે છે. બાળકોની સારૂ જ્ઞાન આપવા માટે વેબસાઇટ બેસ્ટ છે.