Useful Tips for YouTube
Download YouTube Videos, without any Software
Youtube પરથી તમે સરળતાથી વીડિયો ડાઉનલોડ કરી શકો છો, આ માટે કોઇ સોફ્ટવેર ડાઉનલોડ કરવાની જરૂર નથી. એટલું જ નહીં MP3 ફાઇલ્સને પણ ડાઉનલોડ કરી શકાય છે. આમ કરવા માટે URLમાં માત્ર થોડો ફેરફાર જ કરવો પડે છે.
કોઇપણ વીડિયો ડાઉનલોડ કરવા માટે તમારે તેના URLની સામે PWN લખવું પડશે. આમ કર્યા પહેલા URLમાંથી http:// અથવા https:// આગળથી કાઢી નાંખવું પડશે.
ઉદાહરણ
www.youtube.com/watch?v=9yZDsep3IBA
www.youtube.com/watch?v=9yZDsep3IBA
આ વીડિયોનો URL આવો બની જશે
www.pwnyoutube.com/watch?v=9yZDsep3IBA
www.pwnyoutube.com/watch?v=9yZDsep3IBA
Youtube વીડિયોને મ્યૂઝીક ફોર્મમાં ડાઉનલોડ કરવા માટે
તમે Youtube વીડિયોને મ્યૂઝીક ફોર્મમાં પણ ડાઉનલોડ કરી શકો છો, આના માટે એક URL ટ્રીક છે. તમારે URLમાં "www." અને "YouTube"ની વચ્ચે listento લખવું પડશે.
ઉદાહરણ માટે URL-
www.youtube.com/watch?v=uRYfwqEvwDU
www.youtube.com/watch?v=uRYfwqEvwDU
URL આવું દેખાશે
www.listentoyoutube.com/watch?v=uRYfwqEvwDU
www.listentoyoutube.com/watch?v=uRYfwqEvwDU
Youtubeથી MP3 ડાઉનલોડ કરવા માટે
આ પેજ દ્વારા વીડિયોને MP3 ફાઇલ્સમાં કન્વર્ટ કરી શકાય છે. વીડિયો URLમાં PWN લખવાની સાથે જ એક બીજી સાઇટ ખુલશે, તેમાં ઉપર વીડિયો ડાઉનલોડ કરવાના ઓપ્શન હશે અને નીચે વીડીયોને MP3માં કન્વર્ટ કરવાનો ઓપ્શન હશે.
MP3મા કન્વર્ટ કરવા માટે વેબસાઇટમાંથી આપેલા ઓપ્શનમાંથી કોઇ એક ઓપ્શનને સિલેક્ટ કરવું પડશે, કન્વર્ટ થઇ ગયા તેને પીસીમાં સેવ કરી શકો છો.
Youtube SHORTCUTS
Youtubeમાં કેટલાક શોર્ટકટ્સ પણ હોય છે જેનો તમે ઉપયોગ કરી શકો છો.
* J – વીડિયો પ્લે થાય ત્યારે J પ્રેસ કરવાથી વીડિયો 10 સેકન્ડ માટે રિવાઇન્ડ થઇ જાય છે.
* K – કી-બોર્ડ પર K પ્રેસ કરવાથી વીડિયો પ્લે કે પોઝ કરી શકાય છે.
* L – કી-બોર્ડમાં L દબાવવાથી વીડિયોને 10 સેકન્ડ માટે ફોરવર્ડ કરી શકાય છે.
* M – વીડિયોને મ્યૂટ કરવા માટે તમે M દબાવી શકો છો.
Youtubeના વીડિયોને GIFમાં ફેરવવા માટે
Youtubeના વીડિયોને GIF પણ બનાવી શકાય, GIF બનાવવા માટે યૂઝર્સે Youtubeમાં "www." અને "YouTube"ના વચ્ચે gif લખવું પડશે. આમ કરવાથી 1 સેકન્ડથી લઇને 15 સેકન્ડ સુધીની GIF ઇમેજ બની શકે છે.
ઉદાહારણ માટે URL-
www.youtube.com/watch?v=uRYfwqEvwDU
www.youtube.com/watch?v=uRYfwqEvwDU
આવું બની જશે
www.gifyoutube.com/watch?v=uRYfwqEvwDU
વીડિયો સ્ટાર્ટ થવાનો ટાઇમ સેટ કરી શકાય
યૂઝર્સ કોઇ વીડિયોને સ્ટાર્ટીંગથી જોવા માગતો ના હોય અને ચોક્કસ ટાઇમ પછી જ જોવા માંગતો હોય તો તેના માટે ટાઇમ સેટ કરી શકે છે.
કોઇ વીડિયો 6 મિનીટનો છે અને તમારે તેને 1 મિનીટ 2 સેકન્ડથી જોવો છે, તો તેના માટે youtubeના URLમાં '#t=1m2s' ટાઇપ કરવું પડશે.
ઉદાહરણ
https://www.youtube.com/watch?v=0GojJnrqpeE
https://www.youtube.com/watch?v=0GojJnrqpeE
વીડિયો URL આવો થઇ જશે
https://www.youtube.com/watch?v=0GojJnrqpeE#t=1m2s
https://www.youtube.com/watch?v=0GojJnrqpeE#t=1m2s
હાઇ-ડેફિનેશન વીડિયો જોવા માટે
Youtube યૂઝર્સને હાઇ-ડેફિનેશન વીડિયો જોવા માટેનો પણ ઓપ્શન આપે છે. આથી તમે Youtube વીડિયો ડિફોલ્ટ ક્વૉલિટીથી અલગ કામ કરી શકે છો.
એક ખાસ Youtube એક્સટેન્શનનો ઉપયોગ કરવો પડશે
Magic Actions for Youtube
યૂઝર્સે ઉપરનું એક્સટેન્શન ડાઉનલોડ કરવું પડશે. ત્યારબાદ કોઇપણ વીડિયો પ્લે કરતી વખતે નીચે મેજિક એક્શનબાર દેખાશે જેના સેટિંગ્સથી ઓટો એચડી મોડ પર વીડિયો સેટ કરી શકાય છે. આ એક્સટેન્શન માત્ર ક્રોમ અને ફાયરફોક્સ પર જ કામ કરશે.
No comments:
Post a Comment